મોરબીના વાવડી ગામે કારખાનામાં કામ કરતા શખ્શની હેરાનગતીથી તંગ આવી એક પરિણીતાએ આપઘાત કરી ટુકાવ્યું જીવન..

Date:2015-06-22 14:45:38

Published By:Aarti zala

મોરબીના વાવડી ગામે રહેતી એક પરિણીતાએ એસિડ પી જઈને આપઘાત કરતા ચકચાર મચી ગઈ હતી., પ્રાપ્ત માહિતી અનુસાર પરિણીતા મોરબીના લાતીપ્લોટમાં આવેલા હીરાના કારખાનામાં નોકરી કરતી હતી જ્યા હિરેન ભૂદર પટેલ નામનો શખ્સ પણ એજ કારખાનામ કામ કરતો હતો.

જે વારંવાર પરિણીતાને હેરાન કરીને બિભત્સ માંગણીઓ કરતો હતો., જોકે પરિણીતા નરાધમને તાબે થઈ નહતી., જેથી આરોપીએ પરિણીતાને તેના પતિ અને પુત્રને જાનથી મારી દેવાની ધમકી આપી હતી., તેની ધાક-ધમકીથી કંટાળી જઈને તારીખ ૨૫ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ પરિણીતાએ એસિડ પી લીધું હતું.

ત્યારે સારવાર દરમિયાન પરિણીતાનું કરુણ મોત નિપજ્યું હતું., બીજી તરફ પોલીસ ફરિયાદ મોડી થઈ હોવાથી આરોપીને નાસી છૂટવાની તક મળી ગઈ હતી., જોકે હવે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે..


Cricket Score

WhatsApp Registraltion

Close