વલસાડના પારડી પોલીસે બાતમીના આધારે ઝડપ્યો દારૂના મોટા જથ્થા સાથે ૧૬ લાખનો મુદ્દામાલ..

Date:2015-06-27 18:18:15

Published By:Aarti zala

દમણથી એક ટ્રકમાં દારૂ નો જથ્થો ભરી સુરત તરફ નેશનલ હાઇવે ના માર્ગે જવાનો હોવાની પારડી પોલીસને બાતમી મળતા જ પારડી પોલીસ મથકના સીનીયર પી એસ આઈ બી,જે, સરવૈયા હાઇવે પર અલગ અલગ ઠેકાણ વોચ ગોઠવી હતી.

જે દરમિયાન જી જે ૧ વીવી ૩૯૫૯ની બાતમી વાળી ટ્રક આવી ચઢતા પોલીસે ટ્રકને ઘેરી લઇ થોભાવી દીધી હતી.અને ટ્રક ની અંદર તપાસ કરતા  હેવાર્ડ ૫૦૦૦ટીનની ૩૫૦ પેટી ઓ મળી આવતા પોલીસે ટ્રક સાથે ટ્રક ચાલક કિરણ રમેશ પરમારની પણ ધરપકડ કરી  પારડી પોલીસ મથકે લઇ આવી હતી.

ઝડપાયેલા ટ્રક ચાલકે જણાવ્યું હતું અને આ દારૂ બરોડા સુધી લઇ જવા માં આવે છે.અને ક્યાં ઠેકાણે ઉતારવાનું હોય એ ટ્રક માલિક નક્કી કર્યા બાદ ઉતારવા ઉતારવાનું હોય એ ટ્રક માલિક નક્કી કર્યા બાદ ઉતારવામાં આવે છે.

તદઉપરાંત ઝડપાયેલા ચાલકે ટ્રક માલિક સાથે બીજી વખત દારૂની ખેપી મારી હોવાનું પણ કબુલાત કરી હતી. હાલ પોલીસે ટ્રક માલિક અને અન્ય એક ઇસમ ને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close