પારડી સ્ટેશન પર પુલ પરથી પટકાતા કામદારને પહોચી ગંભીર ઈજા...

Date:2015-06-27 18:18:37

Published By:Aarti zala

વલસાડથી સ્ટેશન જતા રોડ પર બાલાખડી ખાતે હાલ નાવ પુલનું કામ ચાલી રહ્યું છે, જ્યાં કામ કરતો એક કામદાર કામ કરતી વેળા અચાનક નીચે પડતા તેને સારવાર માટે ૧૦૮ મારફતે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જોકે આ કામદારને કામ કરતી વેળા કોઇ પણ પ્રકારની સેફ્ટીના સાધનો ન આપાતા કામદારને ઇજા પહોંચ્યા ફરીયાદો થઇ છે.આ નવા પુલના બાંધાકામ માટે રોજ ૧૦ થી ૧૫ જેટલા કામદારો કામ  કરે છે. જ્યાં આ તમામ કામદારોને સેફ્ટીના કોઇપણ સાધન આપવામાં આવ્યા ન હતા.

જેના કારણે આ અકસ્માત થયો હતો.અન્ય કામદારો દ્વારા કોઇપણ પ્રકારના સેફ્ટી સાધન ન આપવાની ફરીયાદ કરી હતી પરંતુ તે સામે કોન્ટ્રાક્ટરે પોતાનો બચાવ કરતા સેફ્ટી સાધનો આપ્યા હોવાનું જણાવ્યું હતું. તો આ સામે જવાબદાર તંત્ર આ ઘટના પર પગલા ભરે તેવી માંગણીઓ છે.


Cricket Score

WhatsApp Registraltion

Close