સૌરાષ્ટ્રમાં મેઘ કહેર..રાજકોટમાં સર્જાઈ તારાજી..પશુઓ મૃત હાલતમાં...

Date:2015-06-27 18:17:54

Published By:Aarti zala

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓના ગામો પ્રભાવિત થયા છે., ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અનેક ગામોના હાલ બેહાલ થયા છે., અમરનગર વાળાસરા ગામની જો વાત કરીએ તો અહીં રસ્તાઓ તૂટી જતા લોકોને ગામમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 તો અનેક પશુઓ મૃત હાલતમાં મળી આવ્યા છે., જોકે રાહત અને બચાવ કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી હોવાનું ગામનાં સરપંચે જણાવ્યું હતું.

ગામનો મુખ્ય પુલ ધરાશાયી થતા ગામ હાલ સંપર્કવિહાણુ બન્યું છે., જોકે તંત્ર દ્વારા ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.જોકે વરસાદના કારણે એટલી હદે તારાજી સર્જાઈ છેકે,, હવે રોગચાળો પ્રસરે તેવી ભીતિ સતાવી રહી છે.


Cricket Score

WhatsApp Registraltion

Close