રાજકોટ:યુવતીએ કરી કમિશનરને કરી અરજી...લખ્યું પો.સ્ટેશનમાં થયું શારીરીક દમન..

Date:2015-06-27 14:37:39

Published By:Aarti zala

રાજકોટમાં બિયરક, સીડી સાથે ઝડપાયેલી બે કોલેજીયન યુવતીએ પોલીસ કમિશનરને અરજી કરી છે. અને આ મામલે કોલ ડિટેઈલ જાહેર કરવાનું કહ્યું છે.યુવતીએ પોતાની અરજીમાં જણાવ્યું કે, અમારી ઉપર જીવનું જોખમ છે અમને પોલીસ રક્ષણ આપી કોલ ડીટેઈલ જાહેર કરો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

બન્ને યુવતીએ જણાવ્યું કે, ગાંધી ગ્રામ પોલીસે અમારી અટક કર્યા પછી અમારી સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે.ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં તપાસનીશ અધિકારી સિવાય ૭ થી ૮ અજાણ્યા શખ્સોએ શારીરીક દમન ગુજાર્યું હતું.બિલ્ડર રામાણી અને ક્રાઈમ બ્રાંચના પીઆઈના ગજગ્રાહ વચ્ચે અમને ફસાવવામાં આવ્યાં છે.

સાથે બિલ્ડર કમલેશ રામાણી ઉપર બળાત્કારની ફરિયાદ નોંધાવવાનું સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. અમારી જિંદગી નર્કથી પણ બદતર બની ગઈ છે.પોલીસ સ્ટેશનમાં મોઢુ ન બતાવવા માટે સતત અરજી કરી હોવા છતાં પોલીસે મીડિયા સામે અમારુ મોઢુ બતાવવા અમને મજબૂર કર્યા છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close