શિક્ષણમાં થતા વ્યાપારના વિરોધમાં રાજકોટમાં એન.એસ.યુ.આઇએ સીએમના પુતળાનું દહન કરી કર્યું વિરોધ પ્રદર્શન.

Date:2015-06-29 18:26:16

Published By:Aarti zala

રાજકોટ શહેરના ત્રિકોણબાગ ખાતે એન.એસ.યુ.આઈ દ્વારા રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરાયું હતું., એન.એસ.યુ.આઈના કાર્યકર્તાઓએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુતળાનું દહન કરીને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ એકત્રિત થઈને શિક્ષણનું વ્યાપારીકરણ, શિક્ષણમાં ચાલતો ભ્રષ્ટાચાર, રાઈટ ટુ એજ્યુકેશનમાં અન્યાય, શાળાઓમાં શિક્ષકોની અપૂરતી જગ્યા જેવા અનેક મુદ્દાઓને લઈને વિરોધ દર્શાવ્યો હતો., એટલું જ નહીં કાર્યકર્તાઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી સ્મૃતિ ઈરાનીની નકલી ડિગ્રી મુદ્દે પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.

એનએસયુઆઈએ આક્ષેપો કર્યા હતા કે, સરકારમાં યુવાનોની રોજગારીનો પ્રશ્ન હલ થતો નથી., ત્યારે બીજેપી સરકાર શિક્ષણ જગતની મોટી વાતો કરી રહી છે., જો તાકીદે સરકાર કથળતા શિક્ષણને ફરી પાટે નહીં ચડાવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ઉચ્ચારી હતી...Cricket Score

WhatsApp Registraltion

Close