અમરેલીમાં ‘રાજમાતા’ તરીકે ઓળખાતી સિંહણ સાથે ૨૭ સાવજો જીવિત હાલતમાં મળી આવ્યા..

Date:2015-06-30 12:11:54

Published By:Aarti zala

અમરેલીનાં ક્રાંકચ પંથકના બચેલા સાવજો નોંધારા નથી, કારણ કે રાજમાતા હયાત છે. જે સિંહણે દોઢ દાયકા જેવા સમયથી આ વિસ્તારમાં સાવજોનો દબદબો રાખ્યો અને સાવજ પરિવાર જેનાથી ફાલ્યોફુલ્યો તે કોલર આઇડી સિંહણ આખરે નજરે પડી છે.

રાજમાતા તરીકે ઓળખાતી રેડિયો કોલર સિંહણ તેના બે સિંહબાળ અને એક પાઠડી સિંહણ સાથે ભોરીંગડા પંથકમાં નજરે પડી છે.આવી જ રીતે ક્રાંકચના ખળખળ વિસ્તારમાં એક સિંહ, એક સિંહણ અને ત્રણ સિંહબાળ નજરે પડ્યા છે. બેલા વિસ્તારમાં એક કદાવર સિંહ છે. ચાંદગઢમાં બોખો સિંહ નજરે ચડ્યો છે.

 ભોરીંગડા કુતાણા વચ્ચે રાતડી તરીકે ઓળખાતી સિંહણ અને બે પાઠડા, લોંકામા બે પાઠડા અને ઇંગોરાળામા સિંહ અને સિંહણ, કેરાળામા સિંહણ અને તેના ત્રણ બચ્ચા સહિત કુલ ૨૭ જેટલા સાવજો આ વિસ્તારમા હોવાની હાજરી નોંધાઇ છે.

 


Cricket Score

WhatsApp Registraltion

Close