કોંગ્રેસ દરેક જિલ્લા મથકો પર રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરશે

Date:2015-10-05 17:39:24

Published By:Newsonline

રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરીને ભાજપ સરકારે જીલ્લા-તાલુકા પંચાયતની ચુંટણી ગેરબંધારણીય રીતે પાછી ઠેલીને ગુજરાતના નાગરિકો-મતાધિકારનો હક્ક છીનવ્યો છે. ગુજરાતમાં જીલ્લા-તાલુકાની ચુંટણીઓ પાછી ઠેલવાનો નિર્ણય પ્રજાના વિશ્વાસઘાત અને લોકશાહીનું અપમાન બરાબર છે.

કાયદો-વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિને યોગ્ય રીતે જાળવવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે. જન આક્રોશને વાચા આપવા તમામ જીલ્લા મથકે તા.૬/૧૦/૨૦૧૫ મંગળવાર સવારે ૧૧ થી ૧૨ કલાક દરમિયાન જીલ્લા કલેકટર કચેરી ખાતે પ્રદર્શન-ધરણા કરી કલેકટરશ્રીને કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનો આવેદનપત્ર આપશે.

Cricket Score

WhatsApp Registraltion

Close