Virushkaનું ગ્રાન્ડ રિસેપ્શન, સચિનથી લઇ જાડેજા સુધીના ક્રિકેટર્સ આવ્યા

Date:2017-12-27 10:25:31

Published By:Jay

મુંબઇ: ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું બીજુ રિસેપ્શન મુંબઇની સેન્ટ રેગિંસ હોટલમાં યોજાયુ હતું. જેમાં પ્રથમ વખત ક્રિકેટ સીવાયની કોઇ ઇવેન્ટમાં સુનીલ ગાવસ્કરથી લઇ સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, એમએસ ધોની, જસપ્રિત બુમરાહ સહિતના ક્રિકેટર્સ જોવા મળ્યા હતા. વિરાટ કોહલી-અનુષ્કા શર્માના રિસેપ્શનમાં સંદીપ પાટિલ અને સુનીલ ગાવસ્કર પત્ની સાથે પહોચ્યા હતા. આ સીવાય વિરેન્દ્ર સેહવાગ પણ આવ્યો હતો.આ રિસેપ્શનમાં ભારતની વર્તમાન ટીમના તમામ ક્રિકેટર્સ પહોચ્યા હતા. વિરૂષ્કાના રિસેપ્શનમાં મહેન્દ્રસિંહ ધોનીપત્ની સાક્ષી સાથે જ્યારે રવિન્દ્ર જાડેજા, મનિષ પાંડે, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, રિદ્ધિમાન સાહા સહિતના ક્રિકેટર્સ આવ્યા હતા. આ રિસેપ્શનમાં સૌથી ચોકાવનાર વ્યક્તિ ભારતનો પૂર્વ કોચ અનિલ કુંબલે રહ્યો હતો. કુંબલે પત્ની સાથે આ રિસેપ્શનમાં પહોચ્યો હતો. સચિન તેંડુલકર પણ પત્ની અંજલિ અને દીકરી સારા સાથે પહોચ્યો હતો.વિરૂષ્કાના રિસેપ્શનમાં પાર્થિવ પટેસલ મુનાફ પટેલ, પ્રવીણ કુમાર, સબા કરીમ, મોહમ્મદ સિરાજ પણ આવ્યા હતા.

Cricket Score

WhatsApp Registraltion

Close