HAPPY NEW YEAR: અમદાવાદીઓ સહિત ગુજરાતીઓએ આ રીતે ઉજવ્યું નવું વર્ષ

Date:2018-01-01 11:38:19

Published By:Jay

અમદાવાદ: નવા વર્ષને આવકારવા માટે અમદાવાદના એસજી હાઈવે, સીજી રોડ, વસ્ત્રાપુર સહિત ગુજરાતના અનેક સ્થળોએ લોકોની મેદની ઉમટી પડી હતી. દર વર્ષ કરતાં આ વર્ષે ઉજવણીનો ટ્રેન્ડ બદલાયેલો જોવા મળ્યો હતો. ખાસ કરીને અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા પાર્ટી પ્લોટ અને રાજપથ ક્લબ રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે ઝુમી ઉઠ્યા હતાં. બરાબર 12ના ટકોરે સીજી રોડ સહિતના સ્થળોએ આતશબાજી અને ચીચીયારીઓથી નવા વર્ષને વધાવી લેવાયું હતું. 12ના ટકોરે વોટ્સએપ સહિતનું સોશિયલ મીડિયા જામ થઈ ગયું હતું.

Cricket Score

WhatsApp Registraltion

Close