અમદાવાદ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ

Date:2018-01-09 11:23:42

Published By:Jay

અમદાવાદ: રિવરફ્રન્ટ પર રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં 29માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાયો. રૂપાણીએ પતંગ મહોત્સવને ખુલ્લો મૂકતા કહ્યું કે, 'જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના સી.એમ હતા ત્યારે તેમના વિચારે આજે ગુજરાતની ઉત્તરાયણને આંતરરાષ્ટ્રીયસ્તરે ખ્યાતિ ધરાવતો તહેવાર બનાવી દીધો છે. ગુજરાતના પોણા ત્રણ લાખ લોકોને રોજગારી મળી છે સાથે સાથે ગુજરાત ટૂરિઝમ પ્લેસ તરીકે પણ ઊભરી આવ્યું છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ પતંગ મહોત્સવ યોજાશે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 14 વર્ષમાં પતંગોત્સવ પાછળ રૂ. 95.40 કરોડ ખર્ચી નાખ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીના કહ્યા પ્રમાણે 14 વર્ષમાં પતંગોત્સવ પાછળ રૂ. 95.40 કરોડ ખર્ચાયા હોવાથી તૈયાર પતંગ પર પાંચ ટકા જીએસટીના કારણે પતંગ ઉદ્યોગ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે જેને દૂર કરવાની કોંગ્રેસે માંગ કરી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close