‘તારક મહેતા...’ના દયાભાભીની દીકરી સાથેની પહેલી તસવીરો આવી બહાર

Date:2018-01-22 15:29:44

Published By:Jay

મુંબઈઃ ફેમસ કોમેડી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં દયાભાભીનું પાત્ર નિભાવનાર દિશા વાકાણીએ 28 નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. 21 જાન્યુઆરીએ દયાભાભી પતિ તથા દીકરી સાથે જામનગરના નાગેશ્વર મંદિરમાં દર્શને આવ્યા હતાં. દયાભાભીની દીકરી 28 જાન્યુઆરીએ બે મહિનાની થશે. જામનગરના નાગેશ્વર મંદિરે દર્શન કરતા હોય તેવા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. દિશાએ મુંબઈના વેપારી મયૂર પડિયા સાથે લગ્ન કર્યાં હતાં. દિશાએ પવઈ વિસ્તાર સ્થિત હિરાનંદાની હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close