સચિન તેંડુલકર પત્ની સાથે કચ્છમાં, માંડવીમાં કરશે રાત્રિ રોકાણ

Date:2018-01-31 10:23:27

Published By:Jay

ભુજ : ભારતીય ક્રિકેટમાં દંતકથારૂપ બનેલા મહાન ક્રિકેટર સચિન તેંડુલકર આજે બુધવારે સવારે કચ્છની મુલાકાતે આવી પહોંચ્યા હતા. વહેલી સવારે પત્ની સાથે સચિન ભુજ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ચાહકોમાં સચિનના આગમને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો. એરપોર્ટ પર જાણ થતાં જ ક્રિકેટ રસિકો દોડી ગયા હતા અને દૂરથી ક્રિકેટના ભગવાનના દર્શન કર્યા હતા. પરંતુ તેઓ મુંબઈથી સીધા ફ્લાઈટમાં ભુજ એરપોર્ટ આવીને માંડવી રવાના થયા હતા. માંડવી બીચ પર આવેલાં સેરેના બીચ રિસોર્ટ પર તેઓ રોકાણ કરવાના છે. સચિન પત્ની સાથે એક દિવસીય કચ્છ પ્રવાસે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close