દીપિકા પાદૂકોણે કરાવ્યું હોટ ફોટોશૂટ

Date:2018-01-31 12:03:44

Published By:Jay

મુંબઈ-હાલના દિવસોમાં અભિનેત્રી દીપિકા પાદૂકોણ દરેક બાજુથી ચર્ચામાં છે. પદ્માવત ફિલ્મમાં રાણી પદ્માવતીનો રોલમાં તેની ખૂબ પ્રશંસા થઇ રહી છે. આ ફિલ્મ દિવસેને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે. આ દરમિયાન દીપિકાની કેટલીક હોટ તસવીરો સામે આવી છે, જેમાં તેનો હોટ અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીર દીપિકાએ વોગ મેગેઝિન માટે ક્લિક કરાવી છે. મેગેઝિનના ફેબ્રુઆરી ઇશ્યૂમાં દીપિકા કવર પેજ પર નજરે પડશે. આ તસવીરોને વોગ દ્વારા તેના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. મેગેઝિનના ફેબ્રુઆરી અંકનું નામ HAPPY ISSUE છે. આ ઇસ્યૂમાં દીપિકા તેના ડિપ્રેશનના સમય અંગે પણ રસપ્રદ વાત કરશે. મેગેઝિનમાં દીપિકા ફેન્સ માટે કંઇક નવીન હશે તેવા મુદ્દે પણ ચર્ચા કરશે. દીપિકાની આ તસવીર સૌથી વધારે પસંદ કરવામાં આવી રહી છે. જેમાં તે પૂરી રીતે રેડ હોટ ડ્રેસમાં નજરે પડી રહી છે. તેમાં દીપિકાએ બ્લેક એન્ડ રેડ કલરનો ડ્રેસ પહેર્યો છે અને તેમાં રેડ બૂટ્સની હોટનેસને વધારી રહી છે. આ ફોટોશૂટ માટે દીપિકાને જાણીતા સ્ટાઇલિસ્ટ અનીતા શ્રોફ અદજાનિયાએ તૈયાર કરી છે

Cricket Score

WhatsApp Registraltion

Close