‘હર હર મહાદેવ’ના નાદ સાથે નિકળી નાગાબાવાની રવાડી યાત્રા

Date:2018-02-14 10:29:00

Published By:Jay

જૂનાગઢ: શિવરાત્રીના પાવન તહેવારને લઇને જૂનાગઢમાં પાંચ દિવસીય ભવનાથ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે છેલ્લો દિવસ છે. આજે માનવ મહેરામણથી જૂનાગઢ ઉભરાયું છે. ત્યારે ખાસ તો નાગાબાવાની રવાડીના દર્શન કરવા લોકો ખાસ આવતા હોય છે. રાત્રે 9 વાગે વિધિવત નાગાબાવાની રવાડી નીકળી ચૂકી છે. રવાડીમાં નાગાબાવાઓ દ્વારા લાકડી અને તલવારથી કરતબો કરવામાં આવતા હતા જે સૌ કોઇને આશ્ચર્યચકિત કરી દે તેવા છે. તલવાર સાથેના કરતબોએ આકર્ષણ જમાવ્યું છે. ભાવિકો રવાડીના દર્શન કરવા પડાપડી કરી રહ્યા હતા.

Cricket Score

WhatsApp Registraltion

Close