શ્રીસ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલૉજી માં માતૃ-પિતૃ વંદના દિવસની ઉજવણી

Date:2018-02-15 16:28:26

Published By:Jay

ગાંધીનગર-શ્રીસ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલૉજી, ભાટ ખાતે આજે માતૃ-પિતૃ વંદના દિવસ વિદ્યાર્થીઓ દ્વારા ઉજવવામાં આવ્યો હતો. આજે ભારતનાં યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિ ના અનુકરણ અને કાર્ડ-ચોકલેટ કંપની દ્વારા માર્કેટિંગ વડે ૧૪-ફેબ્રુઆરીને વેલેન્ટાઇન નાં નામે ભટકાતા કરે છે ત્યારે એક દ્રષ્ટાંત રૂપે એસ.એસ.આઇ.ટી. એન્જીનીયરીંગ કોલેજ નાં વિદ્યાર્થીઓ દ્વારા માતા-પિતા નું ભારતીય સંસ્કૃતિનાં પરંપરા મુજબ તિલક, ચરણ-પૂજન અને પ્રદક્ષિણા કરી કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી ભરત ગઢવી અને શ્રી અંકિત રાવલ દ્વારા વિધાર્થીઓ ને સમજવ્યું હતું કે આજની મોઘવારીમાં પણ સર્વદુખ સહન કરી ને માં-બાપ બાળક નાં દરેક સુખ માટે ૨૪ કલાક તત્પર રહે છે,બાળક ભણી-ગણી ભલે ડૉક્ટર-એન્જીનીયર કે શ્રેષ્ઠ ધનવાન બને પણ જ્યારે તે માં-બાપ બને ત્યારે જ માતા-પિતાનું મૂલ્ય સમજી શકે છે. માં-બાપ નું ઋણ ચૂકવવું સ્વયં ભગવાન દ્વારા પણ શક્ય નથી. માતૃ-પિતૃ પૂજન દરમ્યાન જ્યારે બાળકોએ પ્રદક્ષિણા કરી ચરણ સ્પર્શ કરી આશીર્વાદ માગ્યા ત્યારે માતા-પિતા ભાવુક થઈ અશ્રુભીની આંખે બાળકોને ભેટી પડ્યા હતા. આ દ્રશ્યથી કેમ્પસનું સમગ્ર વાતાવરણભાવવિભોર થઈ ગયું હતું. વક્તાશ્રીએ કહ્યું હતું કે ગણેશ ભગવાન દ્વારા માતા-પિતાની પ્રદક્ષિણા દ્વારા પૂરા બ્રહ્માંડની યાત્રા કરી, જેના આશીર્વાદ સ્વરૂપે આજે ગણેશજીની દરેક ધાર્મિક-વિધિમાં સર્વપ્રથમ પૂજાય છે. આમ માતા-પિતા નાં આશીર્વાદ માં વિશેષ શક્તિ રહેલી છે. જેની પ્રેરણા સ્વરૂપે આજના દિવસે કોલેજના વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી કે હવે દરરોજ માતા-પિતાનાં આશીર્વાદ લઈ ઘરનો ઉંબરો ઓળંગીશું.આવો કાર્યક્રમ કોલેજ ખાતે શ્રી સ્વામિનારાયણ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા સૌપ્રથમ થયેલ છે. આ સંસ્થા ઉચ્ચ શિક્ષણ સાથે સંસ્કાર દ્વારા ભાવી યુવાનોનો સર્વાંગી વિકાસ કરી રાષ્ટ્ર વિકાસ માં વિશેષ ફાળો આપે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close