ડી .એ. ડીપ્લોમા એન્જીનીયરીંગ કોલેજમાં ત્રિદિવસીય ટેકનીકલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Date:2018-03-06 13:24:58

Published By:Jay

મહેમદાવાદ-હીરાબા કેળવણી ટ્રસ્ટ સંચાલિત ડી .એ. ડીગ્રી અને ડી .એ. ડીપ્લોમા એન્જીનીયરીંગ કોલેજ,મહેમદવાદ ખાતે ત્રણ દિવસીય તારીખ : ૦૫ , ૦૬ અને ૦૭ માર્ચના રોજ ટેકનીકલ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે , જેમાં તારીખ તારીખ ૦૫/૦૩/૧૮ ના રોજ મીકેનીકલ શાખામાં લાઇવ ઓટોકેડ , બેસ્ટ એન્જીનીયર સિવિલ શાખામાં ક્વીઝ મેનીયા , પેપર એન્ડ સ્ટ્રકચર , બ્રીજ મેકિંગ તથા કોમ્પુટર શાખામાં સ્નીફ કોડીંગ , કી બોર્ડ મેનીયા અને ઈ- ટ્રેઝર હન્ટ ઉપરાંત નોન- ટેકનીકલમાં મેથ્સ મેરેથોન , પાઈરેટ્સ ઓફ કેરેબિયન, ડાર્ક ક્રિકેટ , બોલીવુડ ક્વીઝ , વાઈપ આઉટ , ટકેસીસ કાસલ તથા ફોટોગ્રાફી યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મહેમદાવાદના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ ,પ્રણવ પંડ્યા (દેવ ઇનફોર્મેસન પ્રા.લી.), આહુજા સાહેબ (આહુજા કેરીયર ઇન્સ્ટીટયુટ),મહેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મનીષાબેન પાંડવ, ઉપપ્રમુખ શ્રી જે.કે.શાહ મેહમાન સ્થાને પધારેલ હતા. આ ટેકનીકલ કાર્યક્રમ માં વિવિધ સંસ્થા ના ૭૫૦ થી વધુ વિદ્યાથીઓએ ભાગ લીધેલ હતો. જેને સફળતા પૂર્વક આયોજન કરવામાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી અનિલભાઈ શુક્લા, ધારિણી શુક્લા તથા ડીગ્રી એન્જીનીયરીગ કોલેજ ના પ્રિન્સીપાલ ડૉ રાજીવ વાઘમારે સર, ડીપ્લોમા એન્જીનીયરીગ કોલેજ ના પ્રિન્સીપાલ ડૉ દુષ્યંતસિંહ રાઠોડ તમામ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ તથા તમામ વિદ્યાર્થીઓનું નું યોગદાન રહેલું છે .

Cricket Score

WhatsApp Registraltion

Close