આકાશ-શ્લોકાની સગાઈમાં બોલિવુડથી લઈ બિઝનેસ જગતની આ હસ્તીઓ થઈ સામેલ

Date:2018-07-02 11:27:27

Published By:Jay

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને હીરા કારોબારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતાની 30 જૂને સગાઈ થઈ. સગાઈમાં રાજકારણ, બોલિવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ જગતની હસ્તીઓ હાજર રહી. આકાશ-શ્લોકાની સગાઈ માટે અંબાણી નિવાસ્થાન એન્ટિલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. માર્ચમાં આકાશે શ્લોકાને પ્રપોઝ કર્યું હતું અને ગઈકાલે સગાઈ થઈ. જુઓ સગાઈમાં કોણ-કોણ સામેલ થયું.સગાઈ પહેલા નીતા અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી, ઈશા અંબાણી અને શ્લોકા મહેતાએ ઘરની બહાર આવીને મીડિયાને પોઝ આપ્યો હતો. શાહરૂખ, ગૌરી અને આર્યન આકાશ-શ્લોકાની સગાઈમાં હાજર રહ્યા. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી સાથે આકાશ-શ્લોકાની સગાઈમાં પહોંચ્યા. રણબીર કપૂર મમ્મી નીતુ કપૂર અને બેસ્ટ ફ્રેંડ આયાન મુખર્જી સાથે સગાઈમાં પહોંચ્યો. શ્વેતા બચ્ચન પણ પુત્રી નવ્યા નવેલી નંદા સાથે પહોંચી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close