જ્હાનવી કપૂર અને ઇશાન ખટ્ટર અમદાવાદના મહેમાન બન્યાં

Date:2018-07-15 11:16:53

Published By:Jay

મુંબઈ-જ્હાનવી કપૂર અને ઇશાન ખટ્ટર અમદાવાદના મહેમાન બન્યાં. બોલિવૂડ સ્ટાર જ્હાનવી કપૂર અને ઈશાન ખટ્ટર તેમની આગામી ફિલ્મ ધડકના પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા હતા. જ્હાનવી અને ઈશાને તેમના ફેન્સની સાથે મુલાકાત કરી હતી અને સાથે જ અમદાવાદમાં સવારથી છવાયેલા વરસાદી માહોલની પણ મજા માણી હતી. બન્ને કલાકારો ડેશિંગ લૂકમાં અમદાવાદની હોટેલમાં ચાહકોને મળ્યા હતા. જ્હાન્વી તેની સૌપ્રથમ બોલિવૂડ ફિલ્મને ખુબજ ઉત્હાસિત છે તેમ તેણે પ્રેસ સાથે વાતચીતમાં જણાવ્યું હતું. સ્ટ્રેઇટ ફોરવર્ડ, સોબર એન્ડ સ્માર્ટ જ્હાન્વી કોલ્ડ શોલ્ડર ટોપ અને જીન્સમાં હોટ લાગતી હતી. ઇશાન પણ જરાય ઝાંખો નહોતો પડતો. તેનો પણ લુક ફન્કી અને ફોર્મલનો કોમ્બો હતો. આ યંગ કપલે તેમની ફિલ્મી લવ સ્ટોરી અને બીજી પર્સનલ વાતો પણ શેર કરી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close