પાવાગઢના ડુંગરો પર ચોમાસું સોળે કળાએ ખીલ્યું,જુઓ તસ્વીરો

Date:2018-07-24 10:40:47

Published By:Jay

પાવાગઢ: પ્રસિદ્ધ તિર્થધામ પાવાગઢના ડુંગરો પર ચોમાસુ સોળેય કળાએ ખીલ્યું હોય તેમ હાલના યાત્રીઓ અનુભવી રહ્યા છે. વનરાજી વચ્ચે ભર ચોમાસો ડુંગર પર આવી જતા વાદળોના કારણે કાશ્મીર અને કેરલના હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાઇ રહ્યો છે. રવિવારે વરસાદે વિરામ રાખતાં જ વડોદરા તથા આસપાસના યુવાનો તેમજ દર્શનાર્થીઓ મહાકાળીને માથું ટેકવવા અને હોલી ટુરિઝમ કરવા જાણે પહોંચ્યા હતા. ડુંગર પરની બજારમાં ધોળા દિવસે લાઇટ ચાલુ કરીને ઝગમગા કરવા પડયા હતા તો પાવાગઢ ગામ પાસેના ડુંગરો પરથી નીચે પડતા ધોધના કારણે પણ નયનરમ્ય કુદરતી નજારો લોકોએ માણ્યો હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close