વરસાદના પાણી તાજ મહેલમાં ઘૂસ્યા

Date:2018-07-28 12:36:50

Published By:Jayesh

દિલ્હી સહિત ઉત્તરપ્રદેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી અનેક જગ્યાઓ પર જળભરાવની સમસ્યાઓ ઉભી થઇ છે.તો બીજી તરફ આગરામાં પણ એક વાર ફરી હવામાનનો કહેર જોવા મળ્યો હતો. દેશની શાન ગણાતા તાજમહલ પણ તેનાથી બાકાત નથી રહ્યું. બે દિવસના વરસાદે તાજમહેલને પણ બેહાલ કરી દીધો છે. પાણી તાજમહલના પરિસર સુધીમાં ભરાઇ ગયું છે. તાજમહલની આસપાસ પાણી ભરાઇ જવાથી પુરાતત્વ વિભાગની પોલ ખુલી છે કે આખરે ઘણા પ્રયત્નો બાદ પણ પાણીના નિકાસ માટે કોઈ વ્યવસ્થા નથી કરાઇ.

Cricket Score

WhatsApp Registraltion

Close