પ્રિયંકા-દિપીકા પછી હવે હોલિવુડમાં જલવો વિખરશે આ બોલ્ડ અભિનેત્રી

Date:2016-07-25 12:09:25

Published By:Jayesh

બોલિવુડ અભિનેત્રી,મોડલ અને માર્શલ આર્ટ આર્ટીસ્ટ નીતુ ચંદ્રા એક કોરિયન ફિલ્મમાં કામ કરવાની છે.તેને એક અમેરિકન ટીવી શો માટે ઓફર મળી છે.એટલું જ નહીં નીતુને આ શોમાં સાઈન પણ કરી લેવામાં આવી છે.તેનું શુટિંગ ઓગસ્ટ મહિનામાં શરુ થવાની વાત કહેવામાં આવી રહી છે.પ્રિયંકા ચોપરા પોતાની અમેરિકી સિરીયલને લઈને બોલિવુડમાં ચર્ચા મેળવી રહી છે.જો નીતુ વિશે આ સમાચાર સાચા છે તો ટૂંક સમયમા તે બોલિવુડમાં ફરી વાર પોતાની જગ્યા બનાવવાની શરુઆત કરી શકે છે.નીતુએ કહ્યુ કે તે પોતાના આ પ્રોજેક્ટને લઈને ઘણી ખુશ અને ઉત્સાહિત છે.

Cricket Score

WhatsApp Registraltion

Close