વેસ્ટ ઝોનના સ્ટાર ખેલાડીઓ વચ્ચે રમાયેલી વન-ડે ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શાનદ

Date:2014-11-25 16:47:00

Published By:

પાર્થિવ પટેલની કેપ્ટનશિપ હેઠળ ગુજરાતે રમાકાંત દેસાઇ ટ્રોફીમાં શાનદાર દેખાવ કર્યો છે. ગુજરાતની ટીમ હજુ સુધી ટૂર્નામેન્ટમાં અપરાજિત રહી છે અને હવે છેલ્લી મેચમાં ગુજરાતનો મુંબઇની મૂકાબલો થશે. ગુજરાત પહેલેથી જ ક્વોલિફાઇ થઇ ગયું હોવા છતાં પણ કોચ હિતેશ મજૂમદાર માને છે કે ટીમના ખેલાડીઓ જરાય ઓવર કોન્ફિડન્સ નથી અને નેટમાં આકરી પ્રેક્ટિસ કરીને મુંબઇને હરાવવા માટે મહેનત કરી રહ્યા છે. 


ગુજરાતની ટીમમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઇજાગ્રસ્ત છે જ્યારે અક્ષર પટેલ ભારતીય ટીમમાં પસંદ થયો હોવાથી ટીમ બે નવોદિત ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી રહી છે. જોકે ગુજરાતે ટૂર્નામેન્ટની તમામ મેચોમાં બેટિંગ અને બોલિંગ દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. ઓપનિંગમાં સ્મિત પટેલ તો મીડલ ઓર્ડરમાં જેસલ કારિયા ઓલરાઉન્ડ દેખાવ કરી રહ્યો છે જ્યારે બોલિંગમાં ઇશ્વર ચૌધરી સહિત અન્ય બોલર પણ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે

 આ ઉપરાંત મનપ્રિત જુનેજા અને પ્રિયાંક પંચાલ પણ સારા ફોર્મમાં છે. તાજેતરમાં જ ગુજરાતની ત્રણ ટીમો વચ્ચે યોજાયેલી જી-૧ રિલાયન્સ ટ્રોફીમાં ગુજરાતની ટીમ ચેમ્પિયન બની હતી.   ત્યારે હવે ગુજરાત આત્મવિશ્વાસથી સજ્જ બનીને વિજય હજારે ટ્રોફીમાં જીત સાથે જવા માગે છે જ્યાં તેનો દેશના તમામ ઝોનની વિજેતા ટીમો સામે મુકાબલો થશે. 

Cricket Score

WhatsApp Registraltion

Close