રાજકોટની વીજ કંપનીના કર્મચારીઓએ આંદોલનની ચીમકી આપી

Date:2014-11-25 17:13:04

Published By:

રાજકોટ શહેરમાં પિજિવિએસિએલ કચેરીની કામ વિરોધી નીતિને લીધે દરરોજ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ જાય છે. અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે વહીવટી કામગીરીમાં લેવાતા ખોટા અને અન્યાયી નિર્ણયો અંગે આજે કર્મચારીઓ દ્વારા સીટી સર્કલ ઓફિસરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

રજૂઆત કરતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર વર્તુળ એચ આર પોતાની ઈચ્છા પ્રમાણે ખોટા નિર્ણયો લઈને કર્મચારીઓ સાથે હળાહળ અન્યાય કરી રહ્યા છે. રાજકોટ શહેરમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા મૂંગા મોઢે આ અન્યાય સહન કરવો પડી રહ્યો છે. તેનો અર્થ તંત્ર સંઘની સહનશીલતાનો લાભ લઈને વધુ ને વધુ અન્યાય કરવામાં આવી રહ્યો છે. કર્મચારીના રી - એમ્બર્સ ના બીલોમાં ખોટા વાંધા કાઢી માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. આ તમામ પ્રશ્ને આજે રજૂઆત કરવામાં આવી હતી. અને જો આગામી દિવસોમાં માંગણીઓ નહિ સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close