રણોત્સવ અને વાઇબ્રન્ટ પાછળ કરાય છે કરોડોનો ખર્ચ

Date:2014-11-25 17:13:17

Published By:

ઉત્સવોના કેફમાં રાખીને ગુજરાતના નાગરિકોને અસ્વચ્છ, સંવેદનહિન અને ભ્રષ્ટાચારથી ભરેલા વહિવટીતંત્ર આપનાર ભાજપ સરકારે કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં હિસાબ જાહેર કર્યો છે. લગભગ ૧૦૦ દિવસના સમયગાળામાં પતંગ, વાઈબ્રન્ટ નવરાત્રી અને રણોત્સવ ઉજવણી પાછળ ગુજરાત સરકાર છેલ્લા ત્રણ વર્ષમાં રૃપિયા ૬૬ કરોડથી વધારે ખર્ચ કર્યો હોવાની હકિકતો બહાર આવી છે. જસદણથી કોંગ્રેસના ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલે ઉપરોક્ત ત્રણેય ઉત્સવો પાછળ થયેલા સરકારી ખર્ચનો હિસાબ માંગ્યો હતો. તેમને અપાયેલા સવાલના જવાબમાં પ્રવાસનમંત્રી સૌરભ પટેલે સૌથી વધારે ખર્ચ કચ્છના રણોત્સવમાં થયો હોવાનુ સ્વિકાર્યુ છે

વિતેલા ત્રણ વર્ષ દરમિયાન ગુજરાત સરકારે વિદેશી મહેમાનોની સરભરા પાછળ વર્ષ ૧૨-૧૩માં ૧૫,૬૦૦નો ખર્ચ કર્યો હતો. તે સિવાય ત્રણેય વર્ષમાં કચ્છમાં રણોત્સવ પાછળ રૃ.૩૩.૮૫ કરોડનો ખર્ચ થયો છે. જ્યારે પતંગોત્સવ પાછળ રૃ.૧૨.૦૮ કરોડ અને નવરાત્રી મહોત્સવ પાછળ રૃ.૨૦.૨૯ કરોડનો ખર્ચ થયો છે. જવાબમાં પ્રવસન મંત્રીએ સ્પષ્ટતા પણ કરી છે કે, નવરાત્રી મહોત્સવમાં ઉદ્યોગગૃહોએ માત્ર રૃ..૩૬ કરોડનો ખર્ચ કર્યો છે. જ્યારે બાકીના ૩૨.૩૮ કરોડનો ખર્ચ સરકારે મેળા અને ઉત્સવોના હેડ હેઠળ કર્યો છે. અત્રે નોંધવુ આવશ્યક છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત નવરાત્રી ફેસ્ટીવલ સોસાયટીના નામે વાઈબ્રન્ટ નવરાત્રીનું આયોજન થાય છે. તેમાં ઉદ્યોગગૃહની સહભાગીદારી હોવાનું કહેવાય છે. જો કે, ઉદ્યોગગૃહો તરફથી કેટલો ખર્ચ થાય છે તે મંત્રીનો જવાબમાંથી સ્પષ્ટ થઈ રહ્યુ છે.જેમાં  રણોત્સવમાં રૃ.૩૩,૮૫,૪૬,૮૨૨,પતંગોત્સવમાં રૃ.૧૨,૦૮,૩૭,૩૧૩,અને  નવરાત્રી મહોત્સવમાં રૃ.૨૦,૨૯,૮૦,૩૭૪ ખર્ચ કર્યો છે..

Cricket Score

WhatsApp Registraltion

Close