નરેન્દ્ર મોદીએ જી-૨૦ પહેલાંં બ્રિક્સ નેતાઓની બેઠકમાં કાળા નાણાંનો મુદ્દો ઉ

Date:2014-11-25 17:13:22

Published By:

રાષ્ટ્રોની એક અનૌપચારિક બેઠકમાં મોદીએ કાળા નાણાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે એવા અણસાર આપ્યો હતો કે પોતે આપેલા વચન મુજબ G20 સમિટમાં કાળા નાણાના મુદ્દાને પ્રાથમિક્તા આપી રજૂઆત કરશે જેથી વિદેશમાં રહેલું કાળુ નાણું દેશમાં પાછુ લાવી શકાય. મોદીએ BRICSના લિડર્સને ઉદ્દેશીને કહ્યું હતું કે, વિદેશમાં રહેલા કાળા નાણાને સ્વદેશ પાછા લાવવું અમારા દેશની પ્રાથમિક્તા છે...દેશો વચ્ચે ગાઢ સંકલન વિશે બોલતા મોદીએ કહ્યું હતું કે, બિનહિસાબી કાળા નાણાનો સંબંધ સુરક્ષા પડકારો સાથે સંકળાયેલો છે.


ભારત જ્યારે કાળા નાણાને દેશમાં પાછું લાવવા પ્રયત્નશીલ છે તે સમયે પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કરી દીધું હતું કે કાળા નાણાને પરત લાવવા દેશો વચ્ચે ગાઢ સંકલન તેમના માટે મુખ્ય મુદ્દો છે..મોદીએ જણાવ્યું હતું કે, G20 સમિટમાં મારા માટે મુખ્ય મુદ્દો કાળા નાણું પરત લાવવાને લઈને આંતરાષ્ટ્રીય સંકલન પર ભાર મૂકવાનો છે. ઉપરાંત ક્રોસ બોર્ડર કરચોરી અને કર રાહત બાબતે પણ હું મારો મુદ્દો રજૂ કરવાનો છું.

Cricket Score

WhatsApp Registraltion

Close