રાજકોટમાં પ્રેમ પ્રકરણ મામલે ફાયરીંગ થતા શહેરમાં ચકચાર મચી ગયો

Date:2014-11-25 17:13:46

Published By:

રાજકોટ શહેરમાં ફાયરિગની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેવુ લાગી રહ્યું છે.  શહેરના નાના મવા સર્કલ નજીક પ્રેમ પ્રકરણ બાબતે ગોળીબાર કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. મોરબીની પરિણીતા પોતાના પતિથી કંટાળી તેની વિરૂદ્ધ રાજકોટ પોલીસને ફરિયાદ કરવા આવી હતી. પરિણીતા પોતાના પ્રમી સાથે બાઈક પર જઈ રહેલી જોતા પતિ વિફર્યો હતો અને બાઈકને ઉભી રાખી હતી. બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ગુુસ્સે ભરાયેલાં પ્રેમીએ પરિણીતાના પતિ પર છરી વડે હુમલો કર્યો હતો. તેના વળતા જવાબમાં પરિણાતાના પતિએ તેના પર ફાયરિંગ કર્યું હતું. એક-બીજા પર હુમલો કરતાં બન્ને ઢળી પડ્યાં હતાં. જેની જાણ પરિણીતાએ કંટ્રોલરૂમમાં કરતાં પોલીસનો કાફોલ દોડી આવ્યો હતો. તેમજ બન્ને ઈજા ગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. શહેરમાં થયેલી ફાયરિંગની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. અને પોલીસે વધુ તપાસ હાથધરી છે..

Cricket Score

WhatsApp Registraltion

Close