છત્તીસગઢના બિલાસપુરમાં નસબંધી કેમ્પમાં મહિલાઓના મોતમાં મોટો ખુલાસો થયો

Date:2014-11-25 17:13:59

Published By:

છત્તીસગઢના બિલાસપુરમાં નસબંધી કેમ્પમાં મહિલાઓના મોતમાં મોટો ખુલાસો થયો છે..મહિલાઓઓને આપવામાં આવેલ દવામાં ઝિંક ફોસ્ફાઈડના અંશ મળી આવ્યા છે..આ કેમિકલ ઉંદર મારવાની દવામાં મળી આવે છે..રાજ્યના મુખ્ય સ્વાસ્થ્ય સચિવ આલોક શુક્લાએ શરૂઆતની તપાસના આધારે આ જાણકારી આપી છે..જ્યારે બિલાસપુરના સિમ્સ અને એપોલો હોસ્પિટલમાં દાખલ સાત મહિલાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે..તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવી છે..


આ કાંડના પિડીતો સાથે મુલાકાત કરવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બિલાસપુર પહોંચ્યા હતા..બિલાસપુર જિલ્લાના તખતપુર વિકાસખંડના પેંડારી ગામમાં આ ઘટનામાં  ૫૮મહિલાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી..માત્ર ૬ કલાકની અંદર બિલાસપુરમાં લાગેલ નસબંધી કેમ્પમાં ૮૩ મહિલાઓનું સંક્રમિત સાધનથી ઓપરેશન કરવામાં આવ્યું હતું..બિલાસપુર પહોંચેલી એમ્સની ડોક્ટરોની ટીમે પણ તપાસમાં જોયું છેકે ઓપરેશન કરાવનારી મહિલાઓની કીડની ફેઈલ  થઈ ગઈ હતી.. 

Cricket Score

WhatsApp Registraltion

Close