પોલીસે દસ હજાર સમર્થકોને બહાર કાઢયાં. રામપાલ આશ્રમમા હોવાનો થયો ખુલાસો

Date:2014-11-19 17:36:52

Published By:

હરિયાણામાં સંત રામપાલને લઈને વિવાદ વધી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે રામપાલની ધરપકડ કરવા માટે ૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તો પણ રાજય સરકાર રામપાલની ધરપકડ કરી શકી નથી. મંગળવારે પોલીસ અને રામપાલના સમર્થકો વચ્ચે ઘર્ષણ થતાં ૨૦૦ લોકો ઘાયલ થયાં હતાં. પોલીસે આશ્રમની બે દિવાલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. સાંજ પડી જતાં પોલીસે ઓપરેશનને રોકી દીધુ હતું.

રામપાલ પર કાર્યવાહી કરવામાં આવતાં મંગળવારે રામપાલના સમર્થકોએ જંતર-મંતર પર આંદોલન કરવાની ચિમકી આપી હતી અને સંત રામપાલ સામે કાર્યવાહી રોકવાની માંગ કરી હતી. કેટલાંક સમર્થકોએ એવી પણ ચિમકી આપી કે જો સંત રામપાલ સામે કાર્યવાહી રોકવામાં નહીં આવે તો આત્મવિલોપન કરી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલાં રામપાલના સમર્થકો સુપ્રિમ કોર્ટ સામે પ્રદર્શન કરવાના હતાં, પરંતુ પરવાનગી ન મળતાં જંતર-મંતર પર આંદોલન કરવા પહોચ્યાં હતાં..

Cricket Score

WhatsApp Registraltion

Close