પોલીસે રામપાલની ધરપકડ કરી, આજે ચંદીગઢ કોર્ટમાં રજૂ કરશે

Date:2014-11-20 13:11:27

Published By:

આશ્રમમાં ૯ દિવસ સુધી છુપાઈને રહેલા સંત રામપાલની પોલીસે આખરી ધરપકડ કરી છે. પોલીસે ગત્ત રાત્રે આશ્રમમાંથી રામપાલની ૯.૨૦ કલાકે ધરપકડ કરી હતી. રામપાલનુ મોઢું ઢાંકીને તેને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યો હતો. રામપાલની આજે હોસ્પિટલમા તપાસ કરવામા આવી હતી. રામપાલની ધરપકડ બાદ આશ્રમ બહાર ઉભેલા કેટલાંક લોકોએ રામપાલ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે મામલો ગરમાયો હતો.

આ પહેલાં રામપાલના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાના કારણે ૬ લોકોના મોત થયાં હતાં, અને ૨૦૦થી વધારે લોકો ઘાયલ થયાં હતાં. જો કે આશ્રમમાંથી પોલીસે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં હતાં. પોલીસે રામપાલ પહેલાં તેના નજીકના પુરૂષોત્તમ દાસની ધરરકડ કરી હતી. જો કે, આજે કોર્ટમાં રામપાલને રજૂ કરવામાં આવશે અને વધુ સુનાવણી પણ હાથ ધરવામાં આવશે.

Cricket Score

WhatsApp Registraltion

Close