કેન્દ્રિય મંત્રી સદાનંદ ગૌડાએ સંત રામપાલની ઘરપકડ મામલે ,હાઈકોર્ટના આદેશના

Date:2014-11-20 13:17:22

Published By:

કેન્દ્રિય મંત્રી સદાનંદ ગૌડાએ સંત રામપાલની ઘરપકડ મામલે  હરિયાણા સરકારને હાઈકોર્ટના આદેશના પાલન માટે વાત કરી હતી..સંત રામપાલ ઓગસ્ટ પછી પાંંચ વાર અદાલતમાં હાજર રહ્યા નથી..સંત રામપાલ સહિત ૩૮ લોકો સામે અનેક કલમ મુજબ કેસ  કરવામા ંઆવ્યો છે..તેમાં હત્યા,અદાલતની અવગણના સહિત આઈપીસીની અનેક કલમ મુજબ કેસ કરવામાં આવ્યો છે..આ ઘટનાને પગલે હરિયાણાના મુખ્યમંંત્રી મનોહરલાલ ખટ્ટર સરકાર પણ આ કેસમાં ઘેરાઈ છે..હિસારમાં બનેલી ઘટનાએ ખટ્ટર સરકારને બેકફૂટ પર મોકલી દીધી છે..આની પહેલાં પોલીસે મિડીયાકર્મીને ખરાબ રીતે માર્યા હતા..

 આની પહેલાં પોલીસે રામપાલના સમર્થકોને આશ્રમ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું..અને જ્યારે સંત રામપાલની ઘરપકડ થઈ ચૂકી છે ત્યારે આશ્રમમાંથી અનુયાયીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે..મૃતકોની સંખ્યા ૬ સુધી પહોંચી ગઈ છે જેમાં ૫ મહિલાઓ અને ૧ બાળકનું મોત થયું છે..અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે..

Cricket Score

WhatsApp Registraltion

Close