નરેન્દ્ર મોદી ૧૦ દિવસ ના પ્રવાસે થી પરત થતા એરપોર્ટ પર બીજેપીના સાંસદ અને પા

Date:2014-11-20 14:37:28

Published By:

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોેદી મ્યાનમાર,ઓસ્ટ્રેલિયા અને ફીજીનો ૧૦ દિવસનો પ્રવાસ કરીને સ્વદેશ પરત આવી પહોંચ્યા હતા..એરપોર્ટ પર બીજેપીના સાંસદ અને પાર્ટીના અનેક નેતાઓએ તેમનું સ્વાગત ઈન્ડિયાના વિમાનથી મોદી ફીજીની રાજધાની સૂવાથી દિલ્હી પહોંચ્યા હતા..કાળા કુર્તામાં જ્યારે પ્રધાનમંત્રીના પગલાં સ્વદેશની ઘરતી પર પડ્યા ત્યારે સાથીઓએ તેમને માળા પહેરાવી હતી..પ્રધાનમંત્રીના સ્વાગત માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પણ એરપોર્ટ પર પહોંચી હતી..મોદીએ તેમની સાથે વાત કરી હતી.પીએમ મોદીના ભારત આવવા પર પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા..

દેશથી લઈને દુનિયા સુધી મોદીને લઈને દીવાનગી વધતી જઈ રહી છે..પ્રધાનમંત્રી એ દસ દિવસમાં મ્યાનમાર,ઓસ્ટ્રલિયા અને ફીજીનો પ્રવાસ કર્યો હતો..આ દરમિયાન અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યાહતા..અને જ્યારે ભારત આવ્યા ત્યારે કાર્યકર્તાઓ અને નેતાોઓની દીવાનગી જોવા જેવી હતી..મોદીએ પણ પાર્ટી કાર્યકર્તાઓને નિરાશ કર્યા નહોતા અને સુરક્ષા ઘેરાને તોડીને સમર્થકો વચ્ચે પહોંચી ગયા હતા..

Cricket Score

WhatsApp Registraltion

Close