બોલીવુડ ની અભિનેત્રી પ્રિયંકા ચોપરા સ્વચ્છતા અભિયાન માં ભાગ લીધો

Date:2014-11-24 14:39:51

Published By:

બોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાઈ હતી..પ્રિયંકાએ ટિ્‌વટર પર સ્વચ્છ ભારત અભિયાનના બે ટીઝર શેર કર્યા છે જેમાં તે બાળકો અને લોકો સાથે મળીને સફાઈ કરતી જોવા મળી રહી છે..પ્રિયંકાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત અભિયાનના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો..અને અનેક મોટી હસ્તીઓ સાથે તે રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં જોડાઈ ગઈ હતી..ત્યારે કમલ હાસન,સલમાનખાન,રિતીક રોશન,કપિલ શર્મા અને બીજી સેલિબ્રિટીની જેમ પ્રિયંકાએ પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાનનું સમર્થન કરતાં ભાગ લીધો હતો..
 પ્રિયંકા ટિ્‌વટર પર પોતાની સફાઈ અભિયાનનો વિડીયો અપલોડ કરશે..અભિનેત્રીએ માઈક્રો બ્લોલિંગ સાઈટ પર લખ્યું કે સ્વચ્છ ભારત અભિયાન માટે કામ કરવાનું મારે ઉંધમાંથી જાગવા જેવું રહ્યું..ઝડપથી વિડીયો અપલોડ કરીશ..

Cricket Score

WhatsApp Registraltion

Close