પીએમ મોદી સાર્ક સંમેલનમાં ભાગ લેશે

Date:2014-11-24 17:27:40

Published By:

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર સાર્ક સંમેલનમાં ભાગ લેવા માટે કાઠમંડુ જવાના છે આ સમાચાર વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા..પીએમ મોદીની જનકપુર,લુંબિની અને મુક્તિનાથ જવાની પણ ઈચ્છા હતી..વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું હતુ ંકે પીએમ મોદીની વ્યસ્તતા અને દેશમાં ચાલી રહેલાં પૂર્વ આયોજિત કાર્યક્રમને કારણે તે એકમાત્ર સાર્ક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે કાઠમંડુ જવાના છે..

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે સભ્યતાથી જોડાણ અને લોકો સાથે સંપર્ક સાધવા માટે ત્રણ જગ્યા જનકપુર,લુંબિની અને મુક્તિનાથ જવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી..વિદેશ મંત્રાલયે કહ્યુ કે પ્રધાનમંત્રી ભારત અને નેપાળની વચ્ચે વિશેષ સંબંધને વધારે મહત્વ આપે છે..

Cricket Score

WhatsApp Registraltion

Close