રહોતકમાં ચાલુ બસે બે બહેનો ની છેડતી

Date:2014-12-01 14:38:10

Published By:

હરિયાણાના રોહતકમાં બે બહેનો સાથે રોડવેઝની બસમાં રોમિયો દ્વારા છેડતી અને મારપીટ કરાવા છતા પોલીસે ઘટનામાં પીડિતાઓની મદદ કરવાની જગ્યાએ આરોપીઓને છાવરવાના પ્રયાસ કર્યા હતા. ઘટનાનો વીડિયો વાઈરલ થયા બાદ બેકફૂટ પર આવેલી  પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ સમાધાન કરાવાના પ્રયાસ કર્યા હતા, પણ સમાધાન નહીં થતાં તે હવે કોર્ટના આદેશ પર  આરોપીઓને પકડવાની વાત કરી રહી છેશુક્રવારે બપોરે રોહતકની કોલેજથી પોતાના ગામ થાનાખૂર્દ પરત ફરી રહેલી બે બહેનો આરતી અને પૂજા રોડવેઝની બસમાં પોતાના ઘેર પરત ફરી રહી હતી ત્યારે બે યુવાનોએ તેમની છેડતી કરી હતી અને તેઓ બસમાં તે યુવતીઓની સીટ પર બળજબરી પૂર્વક બેસવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા. એક અન્ય ગર્ભવતી મહિલાએ તેમને રોકવાનો પ્રયાસ કરતા તે યુવાનો તે મહિલા સાથે પણ ગેરવર્તન કર્યું  હતું.

બન્ને બહેનોએ વિરોધ કર્યો ત્યારે તે રોમિયો લોકોએ ગાળાગાળી શરૂ કરી હતી.પણ છેડતીથી ડર્યા વિના તે યુવતીઓએ તેમનો મુકાબલો કર્યો હતો. જે બાદ તેમણે પોતાના સાગરીતોને ફોન કરીને બોલાવ્યા હતા. આગલા સ્ટેન્ડ પર તેમના સાગરીતો બસમાં ચડ્યા બાદ તેમણે બન્ને બહેનો પર હુમલો કર્યો હતો. તેઓ તે બહેનોનો ફોન પણ ઝૂંટવી લીધો હતોજેમતેમ કરી અન્ય શખ્સનો ફોન લઇ તેમણે હેલ્પલાઇન પર ફોન કરી મદદ માગી હતી પણ પોલીસ નહતી આવી. પોલીસ કન્ટ્રોલ રૂમને સૂચના અપાતા પોલીસ આવી હતી. તે યુવતીઓના પિતા પણ આવી ગયા હતા. ગર્ભવતી મહિલાએ તે તત્વોનો વીડિયો ઉતારી લીધો હતો. અને આરોપી યુવાનોની તેના આધારે ઓળખ કરાઇ હતી. અને કેસ દાખલ કરાયો હતો. પણ તેમ છતાં પોલીસ કાર્યવાહી કરવાની જગ્યાએ ઢાંકપિછોડો કરવા પ્રયાસ કરતી જણાઇ હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close