અમદાવાદમા ટ્રાફીક રીફ્રેશમેન્ટ કાર્યકમ યોજાયો

Date:2014-12-12 13:17:14

Published By:

અમદાવાદની શાન સમી એ.એમ.ટી.એસ.બસો જુના સમયમાં પોતાના સમયસર અને સારી સેવા માટે જાણીતી હતી.આ સેવા પાછળ તેનો સ્ટાફ એટલો જ ચુસ્ત અને શિસ્તબદ્ધ રીતે કામ કરતો હતો.પરંતુ હમણાં થોડા મહિનાઓથી આ બસો યમદૂતની જેમ અમદાવાદના રસ્તાઓ પર દોડી રહી છે.વારંવાર થતા અકસ્માત અને દ્રય્વારોની બેદરકારીનો ભોગ બનતી સામાન્ય પ્રજાને બચવવા તંત્ર હવે કામે લાગ્યું છે.અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં આવેલા ચિલ્ડ્રનપાર્કમાં ગુરુવારે ટ્રાફિક પોલીસ અને એ.એમ.ટી.એસના સ્ટાફ વચ્ચે સમન્વય રહે તેવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રંસગે ટ્રાફિક જે.સી.પી. હરેકૃષ્ણભાઈ  પટેલ તેમજ એ.એમ.ટી.એસ.ના ચેરમેન બાબુભાઈ ઝડફિયા વગેરે હાજર રહીને ડ્રાયવરો અને કંડકટરોને કામના સમયે કેટલી કાળજી રાખવી તેના વિશે માહિતી આપી હતી.


આ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ડ્રાયવરો અને કંડકટરોએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમને લીધે મળેલી માહીતીવા લીધે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાની પણ જાહેરાત કરી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close