પેટ્રોલ અને ડીઝલ ફરી સસ્તા થાય તેવી સંભાવના

Date:2014-12-15 14:22:29

Published By:

ક્રૂડ ઓઇલમાં ઘટાડાનો પૂરો ફાયદો આ વખતે ગ્રાહકને સસ્તા પેટ્રોલ-ડીઝલના સ્વરૂપે મળી શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ વખત નાણાં મંત્રાલય પેટ્રોલિયમ પ્રોડકટ્સ પર એક્સાઇઝ ડયૂટી વધારવાના પક્ષમાં નથીમહત્વનું છે કે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડા છતાં નાણાં મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડાને લઇને પોતાના વલણમાં નરમાઇ દેખાડી નથી. અગાઉ બે વખત સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાં વધારો કરવાની જાહેરાત કરી હતી પરંતુ બીજી વખત એક્સાઇઝ ડયૂટીમાં કરવામાં આવેલા વધારાથી રાજકીય વિરોધ ગણો વધી ગયો હતો.

 

આવા સંજોગોમાં સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર આજે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયૂટીમાં વધારો નહીં કરે. જેથી 15 ડિસેમ્બરના રોજ એટલેકે આજે ઓઇલ માર્કેટિંગ કંપનીઓની સમીક્ષા બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા થવાની શકયતાઓ ઉભી થઇ છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close