જમ્મુ કાશ્મીરમાં ચોથા તબક્કાનું મતદાન યોજાયું

Date:2014-12-15 14:34:32

Published By:

જમ્મુ કાશ્મીર અને ઝારખંડમાં રવિવારે ચોથા ચરણનું મતદાન શાંતિપૂર્ણ રીતે પુરુ થઇ ગયું હતું.. જમ્મુ કાશ્મીરમાં 18 વિધાનસભા ક્ષેત્રના મતદાતાઓ તેમનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.. જ્યારે ઝારખંડમાં 15 વિધાનસભા ક્ષેત્રોમાં 7 વાગ્યે શરૂ થઈ હતું. દિવસ દરમિયાનના મતદાન બાદ ઝારખંડમાં 61.65 ટકા મતદાન થતાં જૂના રેકોર્ડ તૂટ્યા હતાં.. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 49 ટકા મતદાન નોંધાયું હતું..જમ્મુ કાશ્મીરમાં ચોથા તબ્બકાનું મતદાન શરૂ થઈ ગયુ હતું.. વિધાનસભાની કૂલ 18 સીટો પર 182 ઉમેદવારોનાં ભવિષ્યનો નિર્ણય થશે. જેમાં મુખ્યપ્રધઆન પદનાં બે ઉમેદવાર અને વિધાનસભા અધ્યક્ષની કિસ્મત દાવ પર લાગેલી છે. મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લા શ્રીનગરનાં સોનવાર વિધાનસભા ક્ષેત્રથી મેદાનમાં ઉતરેલાં છે. તેઓ પોતાનાં ગઢ ગંદેરબલથી વખતે ચુંટણી નહિં લડવાનો નિર્ણય કર્યો છે. જોકે વખતે તેઓ બે જગ્યાએથી ચૂંટણી લડી રહ્યાં છે

પહેલાં બડગામ જિલ્લાના બીરવાહ સીટથી જ્યારે બીજી ચૂંટણી શ્રીનગરનાં સોનવારથી તેઓ લડી રહ્યાં છે. પીડીપીનાં મુખ્યપ્રધાન પદનાં ઉમેદવાર મુફ્તી મોહમ્મદ સઈદ દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ વિધાનસભા ક્ષેત્રથી ચૂંટણી લડી રહ્યાં છે.18 સીટમાંથી કૂલ 182 ઉમેદવાર મેદાનમાં છે. મહિલા મતદાતાઓની સંખ્યા 707191 છે જ્યારે પુરૂષોની સંખ્યા 773586 છે. કૂલ મતદાતાઓની સંખ્યા 14 લાખ 80 હજાર 797 છે..નક્સલિયોની માંદમાં સફળતાપૂર્વક ચૂંટણી સંપૂર્ણ કર્યા બાદ આજે ઝારખંડનાં કોયલાંચલમાં ચૂંટણી યોજાઈ છે. કોલસા માફિયાઓના હાથમાં વિસ્તારની શાંતિ અને તોફાનની લગામ છે. મતદાનમાં કૂલ 43,48,709 મતદાતાઓ તેમનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો..ઉમેદવારોમાં 16 મહિલાઓ સહિત 27 પ્રત્યતક્ષદર્શીઓ ભાગ્યનો નિર્ણય કરશે. બધા 15 વિધાનસભા ક્ષેત્રોમાં સુરક્ષાની પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. તેમાંથી કેટલાંક નક્સલ પ્રભાવિત વિસ્તાર છે.

Cricket Score

WhatsApp Registraltion

Close