પેટ્રોલ અને ડીઝલમાં ૨ રૂપિયાનો ઘટાડો

Date:2014-12-16 16:24:01

Published By:

જ્યારથી ભાજપ સરકાર સત્તા ઉપર આવી છે ત્યારથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં અનેકવાર ઘટાડો થયો છે.પરંતુ ખરી હકીકત એ છેકે ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ પાંચ વર્ષની નીચી સપાટીએ જતા  સરકારે ફરીથી એકવાર પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પ્રતિ લિટર બે-બે રૂપિયાનો ઘટાડો કર્યો છે. સોમવારે મોડી રાતથી દિલ્હી સાથે દેશના દરેકે રાજ્યોમાં લાગુ પડ્યો હતો..

ઉલ્લેખનીય છે કે, ઓઇલ કંપનીઓને નિયંત્રણ મુક્ત કર્યા બાદ આ વર્ષે અત્યાર સુધી આઠમી વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. કિંમતોમાં ઘટાડો કરતા દિલ્હીમાં પેટ્રોલના પ્રતિ લિટર ભાવ 63 રૂપિયાથી ઘટીને 61 રૂપિયા જ્યારે ડિઝલના ભાવ પ્રતિ લિટર રૂા.52થી ઘટીને રૂા.50 થઇ જશે. 1 ડિસેમ્બર 2014ના રોજ પેટ્રોલમાં 91 પૈસા અને ડિઝલના 84 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો..પેટ્રોલ અને ડિઝલના ભાવમાં થયેલો ઘટાડો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાના કારણે થયો છે. માનવામાં આવે છે કે, આગામી સમયમાં પણ ઇંઘણના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે.

Cricket Score

WhatsApp Registraltion

Close