બાપુનગરમાં ચોરીના ઈરાદે હત્યા

Date:2014-12-16 16:48:13

Published By:

અમદાવાદ શહેર છેલ્લા ઘણા સમયથી ચોર અને લૂટારાના હાથમાં આવી ગયું હોય અને પોલીસ જાણે ગુનેગારોના ઘુટણીયે પડી ગઈ હોય તેવું ચિત્ર સ્પસ્ટ થઇ રહ્યું છે....છેલ્લા એક જ મહિનામાં ફાયરીંગ વિથ લૂટની બે ઘટના બને છે જેમાં પોણા કરોડથી વધુની રકમ લૂંટાઈ છે જે બાદ અન્ય પણ લૂટના બનાવ સામે આવ્યા છે જેમાં પણ નિર્દોષ લોકો લૂંટાયા છે અને પોલીસ માત્ર કાગળ પર કાર્યવાહી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.....ગત મોડી રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશનના પાછળના જ વિસ્તારમાં ચોરીના ઈરાદે હત્યા થઇ હોવાનો બનાવ પ્રકાસમાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગયો છે....
બાપુનગર પોલીસ સ્ટેશન પાછળ આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં ભત્રીજા સાથે રહેતા જશવંતસિંહ પ્રેમચંદ પંજાબી મકાનની સામે પાર્ક કરાયેલી રીક્ષામાં સુતા હતા ત્યારે રાત્રે અજાણ્યા ઈશ્મો આવી માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઇ ગયા છે......સવારે તેના પરિવારજનોએ જોતા તુરંત પોલીસ કંટ્રોલમાં જાણ કરી પોલીસ બોલાવી હતી બાદમાં સ્થાનિક પોલીસને બનાવની જાણ થતા ઘટના સ્થળ પર પહોચી તપાસ શરુ કરી હતી 
પોલીસની પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું છે કે એક તેલુગુ યુવક દ્વારા હત્યા કરવામાં આવી છે જેથી શંકાના આધારે તેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે....પરંતુ એ યુવક અસ્થિર જેવો જણાય છે અને તેની ભાષા પોલીસને સમજાતી નહી હોવાથી દુભાસીયાને બોલાવી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે....

વિસ્તાર કોઈપણ હોય પરંતુ લૂટ ચોરી હત્યા જેવા બનાવો વધતા જ જઈ રહ્યા છે....નાના બનાવોને રોકી તેના ડિટેકશન કરી પોલીસ શહેરમાં શાંતિ હોવાની બડાઈ મારી રહી છે.....ત્યારે બેફામ બનેલા ગુનેગારો આશાનીથી મોટા બનાવોને અંજામ આપી જાણે શહેર પોલીસની બડાઈ પર તમાચો મારી રહ્યા હોય તેવું ચિત્ર સ્પસ્ટ થઇ રહ્યું છે....

Cricket Score

WhatsApp Registraltion

Close