ખેડા - નડિયાદ અકસ્માત,૨ ના મોત

Date:2014-12-20 16:13:05

Published By:

નડીયાદ સિવિલ હોસ્પિટલમાં સગા વહાલાઓના રૂદનના અવાજથી આજની સવાર ગમગીન બની ગઇ. કારણ હતુ નડીયાદ પાસે નં.હા.નં.8 પર સર્જાએલ અકસ્માત. વહેલી સવારે રોન્ગ સાઇડ પર આવી રહેલ ટ્રકના ચાલકે ચેકીંગમાં ઉભા રહેલા વેટ વિભાગના કોમર્સીયલ ટેક્ષ ઓફીસરની ગાડી પર ટ્રક ચડાવી દીધી હતી. જેના પગલે ઓન ડ્યુટી ઉભા રહેલા ઓફીસર દિનેશભાઇ ધુળાભાઇ મકવાણા અને તેમના ડ્રાઇવરનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. ઘટના સ્થળ પર આવેલ નડીયાદ ફાયર ફાયટરના જવાનોએ જીપનો કાટમાળ કાપી ડ્રાઇવરની લાસ બહાર કાઠી હતી

ઘટના બાદ અકસ્માત સર્જનાર ટ્રકનો ડ્રાઇવર પોલીસ સ્ટેશનમાં હાજર થઇગયો હતો. જ્યારે પોલીસે ઘટના સ્થળ પર પહોચી સમગ્ર બાબતે વિગત વાર ફરીયાદ નોધી કાર્યવાહી હાથ ધરી હતી

ટ્રક ડ્રાઇવર ભલે અકસ્માત અંગે પોતે અજાણ હોવાની વાત કરતો હોય. પરંતું વાતમાં કોઇ બે મત નથી કે સવારના સમએ ડ્રાઇવરને જોકુ આવી જતા તેણે ટ્રક ટેક્ષ વિભાગની જીપ પર ચઠાવી દીધી હશે. જોકે અક્સમાતનું સાચુ કારણ તો હવે તપાસ બાદ ખબર પડશે.


Cricket Score

WhatsApp Registraltion

Close