કોલ ઇન્ડિયા નું ખાનગીકરણ નહિ થાય

Date:2015-01-08 13:31:05

Published By:

દેશભરમાં ચાલી રહેલી કોલસા કર્મચારીઓની હડતાળ અંતે સમેટાઈ ગઈ છે. અંતે કોલસા કર્મચારીઓની માંગ સામે સરકારને નમતુ મુકવુ પડ્યું છે. એક અંદાજે દેશભરમાંથી મોટી સંખ્યામાં કોલસાની ખાણોમાં કામ કરતાં કર્મચારીઓ હડતાળ પર હતાં. સરકારે કોલસા શ્રમિક સંગઠનને જણાવ્યું કે, કોલ ઈન્ડિયાનુ ખાનગીકરણ કરવામાં નહીં આવે. અને તમામ કર્મચારીઓના હિતનુ રક્ષણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બે દિવસની હડતાળના કારણે ૩૦૦ કરોડનુ નુકશાન થવાની આશંકા કરવામાં આવી રહી છે. ગત્ત દિવસે કોલ ઈન્ડિયા સહિત દેશની અલગ-અલગ ખાણોમાં કામ કરતાં પાંચ લાખ કર્મચારીઓ કામથી દુર રહ્યાં હતાં. 


આ હડતાળમાં બીજેપી સાથે જોડાયેલા ભારતીય મજદૂર સંઘ સહિતના પાંચ મોટા સંગઠનો જોડાયા હતા. છેેલ્લા ચાર દશકા પછીની આ હડતાળને સૌથી મોટી હડતાળ માનવામાં આવી રહી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close