સમગ્ર દેશમાં સ્વાઈન ફ્લુનો કાળો કહેર,બે દિવસમાં ૭૯ લોકોના મોત

Date:2015-02-14 18:34:06

Published By:Kaushal

બે દિવસમાં સ્વાઈન ફ્લુથી સમગ્ર દેશમાં ૭૦ લોકોના મોત થતાં ૨૦૧૫માં આ રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૪૮૫ને પાર કરી ગઈ છે...સત્તાવાર આંકડાઓ અનુસાર ૧૨ ફેબ્રુઆરી સુધીમાં સમગ્ર દેશમાં સ્વાઈન ફ્લુના કેસોની સંંખ્યા ૬૨૯૮ને પાર કરી ગઈ છે..આ રોગ વિકરાળ સ્વરુપ ધારણ કરતાં કેન્દ્રિય આરોગ્ય પ્રધાન પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.જેમાં ફ્ેબ્રુઆરીના પ્રથમ દસ દિવસમાં આ રોગે ૨૧૬ લોકોના પ્રાણ લીધા હતા..૧ જાન્યુઆરીથી ૧૦ ફેબ્રુઆરી સુધીમાં કુલ ૫૦૭ લોકોના મોત થયા છે.૨૦૧૪માં સ્વાઈન ફ્લુના કુલ ૯૩૭ કેસો નોંધવામાં આવ્યા હતા અને તેના કારણે ૨૧૮ લોકોના મોત થયા હતા..

આરોગ્ય વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર આ વર્ષે કુલ ૬૨૯૮ કેસ નોંધાયા છે..આંકડાઓ અનુસાર રાજસ્થાનમાં કુલ ૧૩૦ લોકોના મોત થયા છે..રાજસ્થાનમાં આ વર્ષે કુલ ૧૬૩૧ કેસ નોંધાયા છે..ત્યારબાદ ગુજરાતમાં આ રોગના કારણે ૧૧૭ લોકોના મોત થયા છે..અને ૧૨૩૩ જેટલા કેસ નોંધાયા છે..બીજા રાજ્યો તરફ નજર કરીએ તો મધ્યપ્રદેશમાં ૫૬ના મોત થયા છે અને ૧૯૨ કેસ નોંધાયા છે..મહારાષ્ટ્રમાં ૫૧ના મોત અને ૩૫૨ કેસ નોંધાયા છે..તેલંગાનામાં પણ ૪૫ લોકોના મોત થયા છે અને ૯૬૯ કેસો નોેંધાયા છે..રાજધાની દિલ્હીમાં પણ અત્યાર સુધી ૬ના મોત જ્યારે ૧૧૮૯ કેસ નોંધાયા છે.ત્યારે એ જોવાનું રહેશે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સ્વાઈન ફ્લુ સામે કેવા અસરકારક પગલાં લે છે..

Cricket Score

WhatsApp Registraltion

Close