ડીઆઈજી લોશાલનો ખુલાસો કહ્યું,અમારે તેમને બિરયાની પીરસવી નહોતી

Date:2015-02-18 18:34:31

Published By:Kaushal

૩૧ ડિસેમ્બરે પોરબંદર પાસે શંકાસ્પદ પાકિસ્તાની બોટ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો હતો..ડીઆઈજી કોસ્ટગાર્ડ બીકે લોશાલે જણાવ્યુ કે તેમના આદેશથી બોટમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.. એટલે શંકાસ્પદ બોટને સવાર પાકિસ્તાની આતંકીઓએ નહીં પરંતુ ભારતે ઉડાવી હતી..

 

અત્યાર સુધી કોસ્ટગાર્ડ અને રક્ષા મંત્રાલયથી લઈને ખુદ રક્ષામંત્રી મનોહર પાર્રિકર તરફથી જે થિયરી રજૂ કરવામાં આવી હતી તેનો છેદ ઉડી ગયો હતો..પારિકરે જણાવ્યુ હતું કે આતંકીઓએ પુરાવાનો નાશ કરવા માટે બોટમાં આગ લગાવી હતી..

 

પારિકરે મીડીયામાં એ સંભાવના પણ વ્યક્ત કરી હતી કે કદાચ બોટ પર પર સવાર આતંકીઓએ સાઈનાઈડ પિલ ખાઈ લીધી હતી અને તેના પછી બોટને આગ લગાવી દીધી હતી..ત્યારબાદ એવા સમાચાર પણ બહાર આવ્યા હતા કે બ્લાસ્ટના અનેક દિવસો પછી પણ બોટથી સિગ્નલ મળતા હતા...

 

અગ્રેજી વર્તમાનપત્રના જણાવ્યા પ્રમાણે ડીઆઈજીએ કહ્યું હતું કે,તમને ૩૧ ડીસેમ્બરની રાત તમને યાદ રહેશે..હું તે દિવસે ગાંધીનગરમાં હતો અને મેં તે આદેશ આપતા કહ્યું કે બોટમાં આગ લગાવી દો...અમે તેમને બિરયાની પીરસવા માંગતો નથી.લોશાલે આ ખુલાસો સુરતમાં કોસ્ટગાર્ડ ઇન્સ્પેક્ટર બોટના લોન્ચ દરમિયાન કર્યો હતો..

 


Cricket Score

WhatsApp Registraltion

Close