ફોબર્સે જાહેર કરી ધનિકોની યાદી,,મુકેશ અંબાણી સૌથી વધુ ધનિક ભારતીય..જ્યારે બિ

Date:2015-03-04 12:53:43

Published By:Kaushal

સતત આઠમા સ્થાને મુકેશ અંબાણી સૌથી ધનિક ભારતીય બન્યા છે.તો બીજી તરફ ૭૯.૨ અરબ ડાલરની સંપત્તિ ધરાવતા સોફ્ટવેરના દિગ્ગજ બિલ ગેટ્‌સ પ્રથમ સ્થાન પર ઊભરી આવ્યા છે.ગત્‌ વર્ષે ૨૧ વર્ષે આ ૧૬મી વાર છે જ્યારે સોફ્ટવેર દિગ્ગજ ધનિકોના લીસ્ટમાં અવ્વલ આવ્યા છે.,

ફોર્બ્સ દ્વારા જારી કરાયેલી યાદીમાં ૨૦૧૫મા ૯૦ ભારતીયોમાં અંબાણી બાદ ઔષિધિ ક્ષેત્રના દિગ્ગજ દિલીપ સંઘવી ૨૦ અરબ ડાલર સાથે ૪૮મા ક્રમે છે.આ યાદીમાં બિલ ગેટ્‌સ બાદ મૈક્સિકોના કાલરેસ સ્લિમ હેલુ બીજા અને ચર્ચિત અમેરિકી નિવેશક વોરેન બફે ત્રીજા સ્થાને છે...

આ યાદીની જાહેરાત કરતા ફોર્બ્સે જણાવ્યું હતું કે,,વિશ્વના ધનકુબેરો પર વૈશ્વિક આર્થિક ઉતાર ચઢાવનો કોઈ અસર પડ્યો નથી.તેમની સંપત્તિ વધી છે.કુલ મળીને ૧,૮૨૬ અરબપતિઓ પાસે ૭૦૫૦ અરબ ડાલરની સંપત્તિ છે જે એક વર્ષ પહેલા ૬૪૦૦ હતી...

 

Cricket Score

WhatsApp Registraltion

Close