વીએચપીએ આપી ધમકી...ચર્ચ પર થશે હજુ વધુ હુમલા..

Date:2015-03-19 14:58:34

Published By:Kaushal

વિશ્વ હિંદુ પરિષદના સંયુક્ત મહાસચિવ સુરેન્દ્ર જૈને સવાલ કર્યો હતો કે શું ખ્રિસ્તીઓ અમને વેટિકન સિટીમાં હનુમાન મંદિર બનાવવાની પરવાનગી આપશેપશ્ચિમ બંગાળમાં વયોવૃદ્ધ નન સાથે થયેલા બળાત્કારને ચર્ચ કોમવાદનું સ્વરૂપ આપી રહ્યું છે.

બીજી તરફ હિસારમાં ચર્ચમાં તોડફોડ કરવાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી સહિત બે વ્યક્તિની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કેઉલ્લેખનીય છે કેગત્ત દિવસે હિસારના એક ચર્ચમાં સ્થાનિક લોકોએ તોડફોડ કરી હતી.

 અને તેના પર લાલ ધજા લહેરાવવામાં આવી હતી. તો વળી ૧૩ માર્ચના રોજ બંગાળના નદિયામાં એક મિશનરી સ્કૂલમાં લૂટના ઈરાદે આવેલાં કેટલાંક લૂંટારુએ ૭૨ વર્ષની નન સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ મામલામાં પોલીસે ૮ લોકોને ઝડપી પાડ્યાં હતાં. આ બન્ને ઘટનાને લઈને પીએમ મોદીએ રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. અને નારાજગી વ્યક્ત કરી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close