• Home
  • News
  • કોરોના વિશ્વમાં:અમેરિકામાં એક દિવસમાં 1.81 લાખ કેસ અને 2 હજારથી વધુ મોત, ફ્રાન્સમાં પણ કેસ વધ્યા
post

વિશ્વમાં અત્યારસુધીમાં 6.12 કરોડથી વધુ સંક્રમિત, 14.36 લાખ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, 4.23 કરોડ સ્વસ્થ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 12:12:55

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 6.12 કરોડને પાર પહોંચી ગયો છે. 4 કરોડ 23 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 14 લાખ 36 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે. અમેરિકામાં સંક્રમણના કેસ ઘટવાનું નામ નથી લેતા. અહીં એક દિવસમાં 1 લાખ 81 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. ફ્રાન્સમાં પણ કેસો વધી રહ્યાં છે. અહીં 13 હજારથી વધુ કેસો પ્રકાશમાં આવ્યા છે.

અમેરિકાની હોસ્પિટલો પર દબાણ
અમેરિકામાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અહીં એક દિવસમાં એક લાખ 81 હજાર 490 કેસ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન 2 હજાર 297 લોકોનાં મોત થયાં છે. આ મે પછીનો એક દિવસમાં મોતનો સૌથી મોટો આંકડો છે. હવે મરનારાઓનો આંકડો 2 લાખ 62 હજારથી વધુ થઈ ગયો છે. એડમિનિસ્ટ્રેશનની સૌથી મોટી સમસ્યા હોસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યા છે. અહીં 24 કલાકમાં 89 હજાર 959 લોકો દેશની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ થયા છે.

પ્રશાસનનું કહેવું છે કે થેન્ક્સગિવિંગ ડે પર લાખો લોકો ટ્રાવેલ કરી રહ્યા છે અને એને કારણે સંક્રમણનું જોખમ વધવાની શક્યતા છે. આ અંગે ચેતવણી પણ બહાર પાડવામાં આવી હતી. જોકે લોકો એને ગંભીરતાથી લઈ રહ્યા નથી.

ફ્રાન્સમાં કેસ ઘટ્યા, પરંતુ ચિંતા યથાવત્
ફ્રાન્સમાં બુધવારે 16 હજાર 282 કેસ પ્રકાશમાં આવ્યા હતા. ગુરુવારે આ આંકડો ઘટીને 13 હજાર 563 થયો છે. ફ્રાન્સમાં ચાર સપ્તાહથી લોકડાઉન છે. સરકારને એના માટે ખૂબ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જોકે હવે એનાં સારાં પરિણામો પ્રકાશમાં આવ્યાં છે. બે સપ્તાહ પહેલાં અહીં એક દિવસમાં લગભગ 50 હજાર કેસ પ્રકાશમાં આવી રહ્યા હતા. ફ્રાન્સ યુરોપના એ દેશોમાં છે, જ્યાં સંક્રમણ જોખમી સ્તર પર પહોંચી ગયું હતું અને જ્યારે સરકારે 9 શહેરમાં બીજી વખત લોકડાઉન લગાવ્યું તો એનો વિરોધ થયો.

બિલાવલ ભુટ્ટો પણ સંક્રમિત
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)ના નેતા બિલાવલ ભુટ્ટો જરદારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. બિલાવલે સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી છે અને કહ્યું, હું સેલ્ફ આઈસોલેશનમાં જઈ છું. મારામાં સંક્રમણનાં હલકાં લક્ષણ દેખાઈ રહ્યાં છે. બિલાવલ પાકિસ્તાન ડેમોક્રેટિક ફ્રન્ટના પ્રમુખ નેતા છે. આ સંગઠન ઈમરાન સરકારના રાજીનામાની માગને લઈને દેશમાં રેલીઓ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. અહીં કુલ ત્રણ લાખ લોકો સંક્રમિત છે. ગુરુવારે મળેલા એક અપડેટ મુજબ દેશની હોસ્પિટલમાં હવે બેડ ઓછાં પડવા લાગ્યાં છે.

એડ્સપીડિતો માટે જોખમ વધ્યું
યુએનના સિનિયર ડાયરેક્ટર બિની બાયનિમાનું કહેવું છે કે મહામારીથી એડ્સપીડિતને જોખમ વધ્યું છે. તેમણે આશા વ્યક્ત કરતાં જણાવ્યું કે એડ્સ પર 2030 સુધીમાં કાબૂ મેળવી લેવામાં આવશે. યુએનના જણાવ્યા મુજબ, મહામારી દરમિયાન 6 મહિના સુધી દવાઓ અને મેડિકલ ઈક્વિપમેન્ટ્સની સપ્લાઈમાં સમસ્યા આવી અને આ કારણે આફ્રિકામાં 2021 સુધીમાં એડ્સથી 5 લાખ લોકોનાં મૃત્યુનું જોખમ વધ્યું છે. તેમણે વધુમાં કહ્યું- આપણે પહેલાં પણ એડ્સનો સામનો કરી રહ્યા હતા, ખાસ કરીને આફ્રિકામાં જોખમ વધ્યું હતું. હવે મહામારીથી જે સમસ્યા સર્જાઈ છે એનાથી સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેમના જણાવ્યા મુજબ, 2010 પછી વિશ્વમાં એડ્સના કેસોમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશની સ્થિતિ

દેશ

સંક્રમિત

મોત

સાજા થયા

અમેરિકા

13,248,676

269,555

7,846,872

ભારત

9,309,871

135,752

8,717,709

બ્રાઝિલ

6,204,570

171,497

5,528,599

રશિયા

2,187,990

38,062

1,685,492

ફ્રાન્સ

2,183,660

50,957

158,236

સ્પેન

1,637,844

44,374

ઉપલબ્ધ નથી

યુકે

1,574,562

57,031

ઉપલબ્ધ નથી

ઈટાલી

1,509,875

52,850

661,180

આર્જેન્ટીના

1,399,431

37,941

1,226,662

કોલંબિયા

1,280,487

36,019

1,181,753

 

adv

Related News

post
post
post
post
post
post
post