• Home
  • News
  • બમ્પર આવક:ગોંડલ યાર્ડમાં 1 લાખ 25 હજાર ગુણી મગફળીની આવક, યાર્ડ બહાર 3થી 4 કિલોમીટરની વાહનની લાંબી લાઈન લાગી
post

20 કિલો જાડી મગફળીના 720થી 1066 અને જીણી મગફળીના 740થી 1126 સુધીના ભાવ

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-26 10:37:48

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલના માર્કેટ યાર્ડમાં રવિવારે મગફળીની બેશુમાર આવક થઇ હતી અને યાર્ડના દરવાજા ખુલે એ પહેલાં તો બે કિમી સુધી વાહનોની કતારો યાર્ડના દરવાજા બહાર લાગી ગઇ હતી. યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શિંગાળા જણાવે છે કે , ગોડલ માર્કેટ યાર્ડમાં રવિવારે મગફળીની 1 લાખ 25 હજાર ગુણીની આવક થઇ છે. ખેડૂતોને સારા ઉતારા મળ્યા છે અને સમયસર તડકો નીકળતાં હવે સુકાયેલી મગફળી વેચાવા માટે આવી રહી છે. અહીં 20 કિલોના જાડી મગફળીના 720થી 1066 તેમજ જીણી મગફળીના 740 થી 1126 સુધીના ભાવ ચાલી રહ્યા છે.

ખેડૂતોએ યાર્ડના સત્તાધિશો પર આક્રોશ વ્યક્ત કર્યો
આ અંગે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે માર્કેટિંગ યાર્ડના સત્તાધિશોને ખ્યાલ જ છે કે મગફળીની મબલખ આવક થવાની છે તો તેની યોગ્ય વ્યવસ્થા પણ તેમણે કરવી જોઈએ. ખેડૂતોએ આખી રાત રોડ ઉપર જ મચ્છરોના ત્રાસ વચ્ચે પસાર કરવી પડે છે. પીવાના પાણી તેમજ જમવામાં પણ ખેડૂતો અને વાહનમાલિકો હેરાન-પરેશાન થઈ ગયા છે. આજે રજા હોવાથી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને અંદર જવા દેવામાં આવતા નથી. એટલે યાર્ડ બહાર જ ખેડૂતોએ પોતાના વાહનમાં રહેવું પડે છે.

ખેડૂતોના આક્ષેપો પાયાવિહોણાઃ યાર્ડના ચેરમેન
ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શીંગાળાએ જણાવ્યું હતું કે, ખેડૂતો દ્વારા જે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તે પાયા વિહોણા છે. ગઈકાલે જ માર્કેટ યાર્ડ તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે રવિવારે સાંજે 4 વાગ્યા પછી મગફળીની આવક શરૂ કરવામાં આવશે. પરંતુ અમુક ખેડૂતો ગઈકાલ રાતથી જ યાર્ડ બહાર વહોનોની લાંબી કતારો લગાવી દીધી હતી. અંદાજે 1.25 લાખથી પણ વધુ ગુણી મગફળીની આવક થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post