• Home
  • News
  • 10મા અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ પોસ્ટપોન નહીં થાય, CBSE સચિવ અનુરાગ ત્રિપાઠીએ ટૂંક સમયમાં શિડ્યૂલ જાહેર કરવાની જાણકારી આપી
post

CBSE બોર્ડ પરીક્ષા 2021ની તારીખો અંગે હજી સુધી કોઈ અપડેટ આપવામાં આવી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-21 15:48:01

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ના સેક્રેટરી અનુરાગ ત્રિપાઠીએ 10મા -12મા ધોરણની બોર્ડની પરીક્ષા 2021 વિશે માહિતી આપી છે. તેમણે માહિતી આપતાં જણાવ્યું કે, CBSEની 10મા અને 12મા ધોરણની પરીક્ષા ચોક્કસપણે લેવામાં આવશે અને તેનું શિડ્યૂલ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.

ડિસેમ્બરમાં ડેટશીટ જાહેર થાય છે
સામાન્ય રીતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ CBSE દ્વારા ડિસેમ્બર મહિનામાં જ જાહેર કરવામાં આવે છે. અગાઉ વર્ષ 2019ની શરૂઆતમાં બોર્ડે નવેમ્બરની શરૂઆતમાં જ ડેટાશીટ રજૂ કરી હતી. જો કે, આ વર્ષે કોરોનાને કારણે નવા સેશનમાં વિલંબ થવાને કારણે CBSE બોર્ડ પરીક્ષા 2021ની તારીખો અંગે હજી સુધી કોઈ અપડેટ આપવામાં આવી નથી.

પરીક્ષા પોસ્ટપોન થવાની ચર્ચા
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે બોર્ડની પરીક્ષા 2021 અંગે ઘણા વિદ્યાર્થીઓ અને માતા-પિતાને અપેક્ષા છે કે પરીક્ષા મે મહીના સુધી પોસ્ટપોન થઈ શકે છે. CBSEના સામાન્ય શૈક્ષણિક કેલેન્ડર મુજબ, આ પરીક્ષાઓ દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લેવામાં આવે છે. જો કે, પરીક્ષા પોસ્ટપોન કરવાની અટકળો વચ્ચે બોર્ડ સેક્રેટરીએ આ પરીક્ષા અંગે આ મહત્ત્વની માહિતી આપી ચર્ચાનો અંત લાવી દીધો છે

 

adv

Related News

post
post
post
post
post
post
post