• Home
  • News
  • અમેરિકામાં 24 કલાકમાં 1150 લોકોના જીવ ગયા, ન્યૂયોર્કમાં શટડાઉન 15 સુધી લંબાવાયું; ચીનમાં પહેલીવાર એકપણ મોત નહીં
post

ઈટાલી અને સ્પેન પછી અમેરિકામાં મોતનો આંકડો 10 હજારથી વધારે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-07 10:32:34

ન્યૂયોર્ક : વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ  13.47 લાખ થઈ ગયા છે. અત્યાર સુધીમાં 74 હજાર 702 લોકોએ જીવ ગુમાવ્યો છે. 2.79 લાખ લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અમેરિકામાં ચિંતાજનક રીતે પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં અહીં ત્રણ લાખ 67 હજાર 385 કેસ નોંધાય છે અને 10 હજાર 876 લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં 24 કલાકમાં 1150 લોકોના જીવ ગયા છે, ન્યૂયોર્કમાં શટડાઉન 15 સુધી લંબાવાયું છે. ચીનમાં પહેલીવાર એકપણ મોત થયું નથી.


જ્યારે સ્પેનની વાત કરીએ તો અહીં 1 લાખ 36 હજાર 675 કેસ છે અને 13 હજાર 341 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ઈટાલીમાં 1.33 લાખ કેસ છે અને 16 હજાર 523 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં એક લાખ 3 હજાર 375 કેસ અને મૃત્યુઆંક 1800 છે. જ્યારે ફ્રાન્સમાં પણ એક લાખ પોઝિટિવ કેસ થવા આવ્યા છે અને મૃત્યુઆંક 8911 થયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post